હેબુવા ગામમાં આવેલ મંદિરો અને દેવસ્થાનો

બ્રહ્માણી માતાનું મંદિર

બ્રહ્માણી માતાનું મંદિર હેબુવા ગામના ચોકમાં આવેલ છે. મૂળ બ્રહ્માણી માતા પ્રજાપતિઓની કુળદેવી છે પરંતુ હેબુવા ગામમાં સૌ કોઈની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનો ઈતિહાસ પણ અંબાજી માતાના મંદિરની જેમ સદીઓ જુનો છે.

ઈતિહાસ :

સદીઓ પહેલા સૌપ્રથમ જયારે આહીરો 'હેબતપુરા ' (હેબુવાનું પૌરાણિક નામ) રહેતા હતા ત્યારની વાત છે. આહીર પ્રજાનો ગામમાં વિકાસ અટકી પડવાને કારણે ડેમોઈ માતાની પૂજા કરવાનું શરુ કર્યું હતું.

આ માતાજીને ખાલી દીવો કરી પૂજા થતી હતી અને સવામણ સુખડી પણ ચડતી હતી. સુખડીને બીજા નામ તરીકે 'માતર' પણ કહેવાય છે માટે આ માતાજી 'માતરી / માત્રી' તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

સમય જતા આહીરો પછી ગામમાં રાજપૂતો આવેલા અને તેમના દ્વારા આ માતાજીને બ્રહ્માણી તરીકે ઓળખવાનું શરુ કર્યું.